માર્ચ કરી રહેલા બેન્ડની વચ્ચે ભીડ દ્વારા વધુ ચાર વર્ષના સૂત્રો પોકારવામાં આવી રહ્યા હતા ત્યારે એમ લાગતું હતું કે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ જો બાઇડેનના ઓછાયા હેઠળથી બહાર આવવાનો આનંદ માણી રહ્યા છે.
એબોર્શન સામે પ્રતિબંધની નિંદા કરવાથી માંડીને અશ્વેત મતદાતાઓને આકર્ષવા સુધી 59 વર્ષના હેરિસ પ્રેસિડેન્ટપદની

ચૂટણીમાં બીજીવાર બાઈડેનના વિજય માટે તેમના અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
પરંતુ કમલા હેરિસ ખરેખર બાઇડેન માટે ગુપ્ત હથિયાર બની શકે છે અને અમેરિકામાં થઇ રહેલા પોલ્સને ખોટા સાબિત કરી શકે છે? પોલ્સ દર્શાવે છે કે લોકો હજું પણ આ વાત માનવા તૈયાર નથી કે તેઓ ઓવલ ઓફિસમાં બેસવા યોગ્ય નથી.

કમલા હેરિસે 2021માં અમેરિકાના સર્વપ્રથમ મહિલા, અશ્વેત અને દક્ષિણ એશિયન વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઇતિહાસ સર્જ્યો હતો. પરંતું બાઇડેનના કાર્યકાળમાં તેઓને પોતાના બોસ તરફથી હંમેશા જ લોપ્રોફાઇલ કાર્યો જ મળ્યા હતા.
જો કે, 2024ની ચૂંટણીઓ માટેનું અભિયાન ધમધમતુ થયું ત્યારથી તેમના માટે પરિસ્થિતિ બદલાઇ છે.
અમેરિકાના 21 કરતા વધારે રાજ્યોમાં મતદાતાઓ જેને એક મુદ્દો માની રહ્યા છે અને ડેમોક્રેટ્સ જેને ચૂંટણીમાં વિજય માટે મહત્ત્વપૂર્ણ માને છે તે ટ્રમ્પના એબોર્શન બાન તરીકે ઓળખાતા ગર્ભપાત વિરોધી કાયદા વિરુદ્ધ કમલા હેરિસ વ્હાઇટ હાઉસના પ્રયાસોનો ચહેરો બની ગયા છે.

ફ્લોરિડાના જેક્સનવિલેમાં રાજ્ય સરકારની છ માસની ગર્ભાવસ્થા પછી ગર્ભપાત સામે પ્રતિબંધ લાદવાના નિર્ણયની ટીકા કરતા લોકોના જુસ્સા વચ્ચે હેરિસે કહ્યું હતું કે, આ સ્વતંત્રતા માટેની લડાઇ છે. શહેરના મેયર ડોના ડીગને કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, ‘તેઓ સમગ્ર દેશમાં ફરી રહ્યા છે ને મહિલાઓને લડત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે.’
હેરિસના સહયોગીઓના મતે બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે એબોર્શનનો અધિકાર રદ કર્યો ત્યારથી જ તેઓ આ મુદ્દે નેતૃત્વ કરી રહ્યા છે.